2 તિમોથીને 3 : 1 (GUV)
પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ.
2 તિમોથીને 3 : 2 (GUV)
કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માતાપિતાનું સન્માન નહિ રાખનારા, કૃતધ્ની, અધર્મી,
2 તિમોથીને 3 : 3 (GUV)
પ્રેમરહિત, ક્રૂર, દોષ મૂકનાર, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી,
2 તિમોથીને 3 : 4 (GUV)
વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, ઈશ્વર પર નહિ પણ વિલાસ પર‍ પ્રેમ રાખનારા;
2 તિમોથીને 3 : 5 (GUV)
ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહિ કરનારા થશે આવા માણસોથી તું દૂર રહે.
2 તિમોથીને 3 : 6 (GUV)
કેમ કે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ પારકા ઘરમાં બેસીને મૂર્ખ, પાપથી લદાયેલી, નાના પ્રકારની દુર્વાસનાઓથી વહી ગયેલી,
2 તિમોથીને 3 : 7 (GUV)
હંમેશાં શિક્ષણ લેનારી છતાં પણ સત્યનું જ્ઞાન પ્રાપ્‍ત નહિ કરી શકે એવી સ્‍ત્રીઓને પોતાને કબજે કરી લે છે.
2 તિમોથીને 3 : 8 (GUV)
જેમ જાન્‍નેસ તથા જામ્બ્રેસ મૂસાની સામા થયા, તેમ એવા માણસો પણ સત્યની સામા થાય છે. તેઓ ભ્રષ્ટ મતિના, વિશ્વાસથી પતિત થયેલા માણસો છે.
2 તિમોથીને 3 : 9 (GUV)
પણ તેઓ આગળ ચાલવાના નથી, કેમ કે જેમ એ [બંને] ની મૂર્ખતા પ્રગટ થઈ, તેમ તેઓની પણ સર્વની આગળ પ્રગટ થશે.
2 તિમોથીને 3 : 10 (GUV)
પણ મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ તથા ધીરજ
2 તિમોથીને 3 : 11 (GUV)
ધ્યાનમાં રાખીને તથા મને જે સતાવણી થઈ તથા દુ:ખો પડયાં, અને અંત્યોખમાં, ઈકોનિયામાં તથા લુસ્‍ત્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો. પણ આ બધાં દુ:ખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો.
2 તિમોથીને 3 : 12 (GUV)
જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સર્વ પર સતાવણી થશે જ.
2 તિમોથીને 3 : 13 (GUV)
પણ દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે.
2 તિમોથીને 3 : 14 (GUV)
પણ જે વાતો તું શીખ્યો ને જેના વિષે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે, કેમ કે તું કોની પાસે શીખ્યો એ તને માલૂમ છે.
2 તિમોથીને 3 : 15 (GUV)
અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્‍ત્ર જાણે છે, તે [પવિત્ર શાસ્‍ત્ર] ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને માટે તને‍ જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે.
2 તિમોથીને 3 : 16 (GUV)
દરેક શાસ્‍ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે.
2 તિમોથીને 3 : 17 (GUV)
જેથી ઈશ્વરનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને માટે તૈયાર થાય.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: